🚨 24/7 Pancreatitis ICU & Emergency Surgical Helpline: +91 63530 90080 (Gujarat Gastro & Vascular Hospital, Adajan, Surat)
🩺 Doctor-Guided Patient Resource 🩺 તબીબી માર્ગદર્શન અને દર્દી સહાય પોર્ટલ

Understanding Your Pancreas in Plain Words સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) વિશે સરળ અને સાચી સમજણ

If you or a family member is dealing with sudden belly pain, a newly discovered cyst, or a diagnosis of pancreatitis or a tumor, you are not alone. Here is clear, doctor-reviewed guidance explaining what is happening inside your body, what treatments actually work, and when to seek urgent medical attention. જો તમને અથવા તમારા પરિવારજનને પેટમાં અસહ્ય દુખાવો, સ્વાદુપિંડમાં સોજો (પેન્ક્રિયાટાઇટિસ), પથરી કે કોઈ ગાંઠ જણાઈ હોય, તો ગભરાવાને બદલે સાચી માહિતી મેળવવી સૌથી મહત્વપૂર્ણ છે. અહીં સરળ ભાષામાં સમજો કે શરીરમાં શું થઈ રહ્યું છે, કઈ સારવાર શ્રેષ્ઠ છે અને ક્યારે તાત્કાલિક ડૉક્ટરને મળવું.

How Your Body Works શરીર રચના અને સરળ કાર્ય

What Does the Pancreas Do? સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) શરીરમાં શું કામ કરે છે?

The pancreas is a 6-inch organ resting deep in the upper stomach area, safely behind the stomach. Think of it as your body's master digestive kitchen and natural blood sugar manager: સ્વાદુપિંડ પેટના ઉપરના ભાગમાં જઠરની પાછળ આવેલું આશરે ૬ ઇંચ લાંબુ મહત્વપૂર્ણ અંગ છે. તે શરીરમાં મુખ્યત્વે બે મહત્વના કાર્યો સંભાળે છે:

Clinical Anatomy of Pancreas, Duodenum C-Loop, Gallbladder, and Common Bile Duct
Anatomy Guide શરીર રચના નકશો The Pancreas, Gallbladder & Bile Duct Connection સ્વાદુપિંડ, પિત્તાશય અને પિત્તનળીનું જોડાણ
Explaining how digestive juices and bile flow together પાચક રસો અને પિત્ત કઈ રીતે સાથે વહે છે
🥣

1. Producing Digestive Juices (Exocrine) ૧. ખોરાક પચાવવાના પાચક રસો બનાવવું

Every time you eat, the pancreas produces natural digestive juices that flow through a small drainage tube into the intestine to break down oils, fats, and proteins. When this tube gets blocked by a gallstone or irritated by alcohol, these juices get trapped inside and irritate the gland itself—causing the sudden, sharp pain known as pancreatitis. તમે જે ખોરાક ખાઓ છો તેમાંથી તેલ, ઘી અને પ્રોટીન પચાવવા માટે સ્વાદુપિંડ જરૂરી પાચક રસો બનાવે છે. જ્યારે પિત્તાશયની પથરી કે દારૂને કારણે આ નળી બંધ થાય છે, ત્યારે આ પાચક રસો અંદર જ ફસાઈને સોજો પેદા કરે છે, જેનાથી અસહ્ય દુખાવો થાય છે.

🩸

2. Regulating Blood Sugar & Energy (Endocrine) ૨. કુદરતી ઇન્સ્યુલિન અને બ્લડ સુગર નિયંત્રણ

Specialized microscopic cells in the pancreas release natural insulin directly into your bloodstream to balance blood sugar. In chronic swelling or long-term stone blockage, protecting these precious cells during treatment is vital so patients can maintain healthy blood sugar without severe diabetes. સ્વાદુપિંડના ખાસ કોષો કુદરતી ઇન્સ્યુલિન બનાવીને સીધા લોહીમાં મોકલે છે જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. લાંબા ગાળાના સોજા કે પથરીની સારવાર વખતે આ કોષોને સાચવી રાખવા ખૂબ જરૂરી છે જેથી દર્દીને ડાયાબિટીસ ન થાય.

Common Conditions સામાન્ય તકલીફો અને ઉપાય

The 5 Core Pancreatic Conditions Explained સ્વાદુપિંડના ૫ મુખ્ય રોગો વિશે સરળ માહિતી

Clear knowledge removes unnecessary fear and helps you understand what treatment steps are truly needed. સાચી માહિતીથી ખોટો ડર દૂર થાય છે અને ક્યારે કઈ સારવાર જરૂરી છે તે સ્પષ્ટ સમજાય છે.

Acute Pancreatitis Pathology: Gallstones Obstructing Bile Duct and Enzyme Leakage
Disease Mechanism સોજાનું સાચું કારણ How Gallstones Slip Down & Cause Sudden Pancreatitis પિત્તાશયની પથરી કઈ રીતે સ્વાદુપિંડમાં અચાનક સોજો લાવે છે
Over 50% of cases in India are caused by gallstones, not alcohol ભારતમાં ૫૦% થી વધુ દર્દીઓમાં આ તકલીફ પિત્તાશયની પથરીને કારણે થાય છે
Requires Hospital Care તાત્કાલિક દાખલ થવું જરૂરી

Acute Pancreatitis (Sudden Swelling) એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ (અચાનક સોજો)

A sudden, intense flare-up of swelling in the pancreas that comes on over a few hours. In more than half of all cases, small gallstones slip out of the gallbladder and temporarily plug the drainage tube. With prompt IV fluids and hospital care, most patients recover fully without open surgery. અચાનક થોડા કલાકોમાં સ્વાદુપિંડમાં થતો ગંભીર સોજો. મોટાભાગના કિસ્સામાં પિત્તાશયમાંથી સરકેલી નાની પથરી નળીમાં ફસાઈ જવાથી થાય છે. સમયસર હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવાથી મોટાભાગના દર્દીઓ ઓપરેશન વગર સાજા થઈ જાય છે.

  • Main Sign:મુખ્ય લક્ષણ: Severe upper stomach pain that radiates straight to the backપેટના ઉપરના ભાગમાં તીવ્ર દુખાવો જે સીધો પીઠ તરફ જાય છે
  • Modern Approach:આધુનિક સારવાર: Gentle keyhole drainage if needed, avoiding premature open cutsજરૂર પડ્યે દૂરબીનથી સોજો ઉતારવો, મોટું ઓપરેશન ટાળવું
Check Emergency Warning Signs → ઇમરજન્સી લક્ષણો તપાસો →
Long-Term Relief પથરી અને કાયમી રાહત

Chronic Pancreatitis & Stones ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ (સ્વાદુપિંડની પથરી)

When repeated inflammation leaves hard calcium stones and scar tissue blocking the pancreas drainage tube. This leads to nagging daily pain, poor digestion, and unintended weight loss. Frey’s procedure is a gland-saving surgery that clears out these painful stones, giving over 85% to 90% of patients long-lasting freedom from pain. વારંવાર સોજો આવવાને કારણે સ્વાદુપિંડની નળીમાં પથરી જામી જવી અને નળી સાંકડી થવી. આનાથી દરરોજ દુખાવો, વજન ઘટવું અને અપચો થાય છે. ફ્રેઝ સર્જરી (Frey's Procedure) દ્વારા આ પથરીઓ કાઢી નળી ખોલવાથી ૮૫-૯૦% દર્દીઓને કાયમી દુખાવામાંથી મુક્તિ મળે છે.

  • Proven Surgery:સર્જરી: Frey's Procedure (clears stones while keeping the organ intact)ફ્રેઝ સર્જરી (અંગ કાઢ્યા વગર પથરી સાફ કરવી)
  • Daily Care:દવા અને નિયમ: Taking digestive enzyme capsules with meals and zero alcoholજમવાની સાથે પાચક એન્ઝાઇમ કેપ્સ્યુલ લેવી અને દારૂ સંપૂર્ણ બંધ
Diet & Capsule Guide → આહાર અને દવાની રીત →
Specialized Tumor Surgery કેન્સર અને ગાંઠની સારવાર

Pancreatic Tumors & Whipple Surgery સ્વાદુપિંડની ગાંઠ અને વ્હિપલ ઓપરેશન

Growths or tumors developing in the pancreas, most frequently in the 'head' (the right side of the organ). Early growths often cause no stomach pain, but they cause telltale yellow eyes (jaundice), dark urine, and sudden weight loss. When detected in time, specialized surgery (the Whipple procedure) safely removes the tumor and reconnects digestion. સ્વાદુપિંડના માથા કે પૂંછડીના ભાગમાં થતી ગાંઠ. શરૂઆતમાં કોઈ મોટો દુખાવો થતો નથી, પરંતુ આંખો પીળી થવી (કમળો), પેશાબ લાલ થવો અને વજન ઝડપથી ઘટવું જેવા સંકેતો મળે છે. સમયસર નિદાન થાય તો વ્હિપલ સર્જરી દ્વારા ગાંઠને જડમૂળથી દૂર કરી શકાય છે.

  • Key Warning Signs:મહત્વના સંકેતો: Painless yellow eyes (jaundice), dark urine, rapid weight lossદુખાવા વગરનો કમળો, પેશાબ ઘેરો થવો, વજન ઘટવું
  • Definitive Surgery:મુખ્ય સર્જરી: Whipple Procedure (gently removing the tumor & restoring flow)વ્હિપલ ઓપરેશન (ગાંઠ કાઢી પાચનમાર્ગ ફરી જોડવો)
Get a Calm Second Opinion → રિપોર્ટ માટે બીજી સલાહ લો →
Simple Monitoring Needed નિયમિત સોનોગ્રાફી તપાસ

Pancreatic Cysts & Fluid Pockets (IPMN) સ્વાદુપિંડની સિસ્ટ (પાણીની નાની ગાંઠ)

Fluid-filled sacs or pockets spotted incidentally on an ultrasound or CT scan done for something unrelated. Finding a cyst sounds alarming, but the reassuring reality is that the vast majority are completely harmless and non-cancerous. A simple yearly checkup is usually all that is required. બીજી કોઈ તપાસ દરમિયાન અચાનક સોનોગ્રાફી કે સીટી સ્કેનમાં દેખાતી પાણી ભરેલી નાની ગાંઠો (સિસ્ટ). સિસ્ટનું નામ સાંભળી ગભરાવાની જરૂર નથી, કારણ કે મોટાભાગની સિસ્ટ કેન્સર હોતી નથી અને ફક્ત નિયમિત સોનોગ્રાફીથી તેના પર નજર રાખવાની હોય છે.

  • Reassuring Fact:સાચી હકીકત: Most cysts never need surgery; only regular observationમોટાભાગની સિસ્ટમાં ઓપરેશનની જરૂર હોતી નથી
  • Next Step:આગળનું પગલું: A simple MRI or high-resolution CT to confirm it is benignસામાન્ય એમઆરઆઈ દ્વારા સિસ્ટ જોખમી નથી તેની ખાતરી
Read Common Cyst Myths → સિસ્ટ વિશેની માન્યતાઓ →
Urgent Check Needed ઇજાની તાત્કાલિક તપાસ

Pancreatic Impact & Injury (Trauma) પેટ પર વાગવાથી થતી ઇજા (ટ્રોમા)

A direct, forceful hit to the upper belly—such as a bicycle handlebar impact in children, a road traffic accident, or a hard fall—can compress the soft pancreas against the rigid spine. A prompt check ensures the internal drainage tube is undamaged and avoids internal fluid leaks. સાયકલના હેન્ડલ વાગવાથી, વાહન અકસ્માતમાં કે ઊંચાઈ પરથી પડવાથી પેટ પર વાગે ત્યારે કરોડરજ્જુ વચ્ચે સ્વાદુપિંડ દબાવાથી ઇજા થઈ શકે છે. સમયસર તપાસથી અંદરની નળીને નુકસાન થયું છે કે નહીં તે જાણી યોગ્ય સારવાર કરી શકાય છે.

  • What We Check:શું તપાસવું: Checking the main drainage tube to ensure no fluid leaksમુખ્ય નળી બરાબર છે કે નહીં તેની સીટી સ્કેન તપાસ
  • Care Team:ટીમ: 24/7 Surgical ICU & emergency hospital support૨૪ કલાક ઇમરજન્સી અને આઇસીયુ સુવિધા
Emergency Checklist → ઇમરજન્સી યાદી જુઓ →
Emergency Guidance ઇમરજન્સી માર્ગદર્શન

When to Go to the Hospital Emergency vs a Relaxed OPD Visit હોસ્પિટલ ઇમરજન્સીમાં ક્યારે જવું અને ઓપીડીમાં ક્યારે મળવું?

Use this simple checklist to know when symptoms are an emergency requiring hospital admission versus when a routine clinic appointment is completely fine. આ સરળ યાદી વડે સમજો કે કયા લક્ષણોમાં તરત જ હોસ્પિટલ પહોંચવું જરૂરી છે અને કયા લક્ષણોમાં સામાન્ય ઓપીડીમાં સલાહ લઈ શકાય છે.

🚨 Emergency: Go to Hospital Immediatelyઇમરજન્સી: તાત્કાલિક હોસ્પિટલ પહોંચો

  • 🔴 Unbearable belly pain: Severe, sharp pain in the upper stomach that goes through to your back and forces you to bend forward.પેટના ઉપરના ભાગમાં અસહ્ય દુખાવો જે પીઠ તરફ જતો હોય અને આગળ નમવાથી થોડી રાહત થતી હોય.
  • 🔴 Non-stop vomiting: Unable to keep even water or liquid medicines down.સતત ઊલટી થવી, પાણી કે દવા પણ પેટમાં ન ટકવી.
  • 🔴 Breathlessness & rapid heart rate: Feeling short of breath even while lying down.બેઠા બેઠા પણ શ્વાસ ચડવો અને ધબકારા ખૂબ વધી જવા.
  • 🔴 Dizziness, cold sweat, or low BP: Signs of severe internal dehydration.ચક્કર આવવા, ખૂબ ઠંડો પરસેવો વળવો કે બ્લડ પ્રેશર અચાનક ઘટી જવું.
  • 🔴 High fever with shivering: Suggests an internal infection that requires IV antibiotics.ધ્રુજારી સાથે સખત તાવ આવવો (અંદર ઇન્ફેક્શન હોવાની નિશાની).
Call 24/7 Urgent Hospital Helpdesk: +91 63530 90080 ઇમરજન્સી હેલ્પલાઇન: +91 63530 90080

📅 Planned Clinic Visit (No Emergency)સામાન્ય ઓપીડીમાં મળવાની સ્થિતિ

  • 🟢 Known Pancreas Stones: For routine review of stone pain and adjusting digestive enzyme capsules.સ્વાદુપિંડની જૂની પથરીની નિયમિત તપાસ અને કેપ્સ્યુલના ડોઝ નક્કી કરવા.
  • 🟢 Incidental Small Cyst: An ultrasound found a small, painless cyst on the pancreas.સોનોગ્રાફીમાં નાની સિસ્ટ દેખાઈ હોય પણ કોઈ દુખાવો કે તકલીફ ન હોય.
  • 🟢 Post-Recovery Check: 6 to 8 weeks after recovering from a mild pancreatitis attack to plan gallbladder stone removal.પેન્ક્રિયાટાઇટિસમાંથી સાજા થયા બાદ પિત્તાશયની પથરી કઢાવવા અંગે સલાહ લેવા.
  • 🟢 Calm Second Opinion: Reviewing CT/MRI scans before deciding whether surgery is truly required.સીટી સ્કેન રિપોર્ટ બતાવી સર્જરી ખરેખર જરૂરી છે કે નહીં તેની બીજી સલાહ લેવા.
Book a Planned Clinic Appointment ઓપીડી એપોઇન્ટમેન્ટ બુક કરો
Everyday Nutrition આહાર અને સ્વસ્થતા

Simple Food & Recovery Rules for Pancreas Health સ્વાદુપિંડ માટે સરળ આહાર અને સ્વસ્થતાની માર્ગદર્શિકા

What you eat directly affects how hard your pancreas has to work. Following these gentle, everyday rules prevents flare-ups and keeps digestion smooth. તમે જે ખાઓ છો તેની સીધી અસર સ્વાદુપિંડ પર પડે છે. આ સરળ નિયમો પાળવાથી વારંવાર થતો દુખાવો અટકે છે અને પાચન સારું રહે છે.

Pancreas Recovery Low-Fat Meal Plate: Steamed Vegetables, Dal, Whole Brown Rice, and Lean Protein
Light Recovery Plate હળવી અને પૌષ્ટિક થાળી Ideal Meal: Steamed Vegetables, Moong Dal Khichdi, Boiled Rice, Lean Protein & Plenty of Water આદર્શ ખોરાક: બાફેલી શાકભાજી, મગની દાળની ખીચડી, સાદો ભાત અને પૂરતું પાણી
Easy to digest • Minimal strain on the pancreas સરળ પાચન • નહિવત તેલ-ઘી

✅ Foods That Help (Low-Fat & Gentle): ✅ શું ખાવું (હળવો અને ઓછી ચરબીવાળો ખોરાક):

  • 🥗 Small, Frequent Meals: Eat 5 to 6 small, light meals across the day instead of 2 heavy plates.એકસાથે પેટ ભરીને ખાવાને બદલે દિવસમાં ૫-૬ વખત થોડું થોડું ખાવું.
  • 🥣 Gentle Foods: Warm moong dal khichdi, steamed vegetables (gourd, pumpkin), boiled rice, idli, oats, and clear soups.મગની દાળની પાતળી ખીચડી, બાફેલી દૂધી કે કોળું, સાદો ભાત, ઇડલી, ઓટ્સ અને સૂપ.
  • 💧 Plenty of Fluids: Fresh coconut water, thin chaas (buttermilk without butter), and plenty of plain water throughout the day.નાળિયેર પાણી, પાતળી મોળી છાશ અને દિવસ દરમિયાન પૂરતું સાદું પાણી પીવું.
  • 💊 The Golden Capsule Rule: Take your prescribed enzyme capsules (like Creon) with your very first bite of food, not after finishing.કેપ્સ્યુલનો સાચો નિયમ: ડૉક્ટરે લખેલી પાચક કેપ્સ્યુલ જમવાનું પૂરું કર્યા પછી નહીં, પણ પહેલા કોળિયા સાથે લેવી.

❌ Foods to Avoid (To Prevent Attacks): ❌ શું બિલકુલ ન ખાવું (દુખાવો અટકાવવા):

  • 🚫 Alcohol: Absolute zero tolerance. Even a single drink can trigger a severe, life-threatening flare-up.દારૂ (Alcohol): સંપૂર્ણપણે બંધ. થોડોક પણ દારૂ ફરીથી ગંભીર દુખાવો અને સોજો લાવી શકે છે.
  • 🚫 Fried & Heavy Foods: Farsan, samosas, bhajiya, heavy ghee, butter, cheese, creamy gravies, and full-cream milk.તળેલું ફરસાણ, સમોસા, ભજીયા, વધુ પડતું ઘી-તેલ, માખણ, ચીઝ અને ભારે મીઠાઈઓ.
  • 🚫 Smoking & Tobacco: Directly irritates the pancreas tissues and dramatically increases future complications.બીડી, સિગારેટ, ગુટખા કે તમાકુ (આનાથી સ્વાદુપિંડના સોજા અને કેન્સરનું જોખમ ઘણું વધે છે).
Facts vs Fear ગેરમાન્યતાઓ અને સાચી હકીકત

Common Pancreatic Myths Debunked સ્વાદુપિંડ વિશે સામાન્ય ગેરમાન્યતાઓ અને સત્ય

❌ Myth: "Only people who drink alcohol get pancreatitis." માન્યતા: માત્ર દારૂ પીવાવાળાને જ પેન્ક્રિયાટાઇટિસ થાય છે.
✅ Fact: In India, more than 50% of acute pancreatitis is caused by gallbladder stones slipping down the bile duct. This happens just as frequently in women, elderly individuals, and people who have never touched alcohol. સાચી હકીકત: ભારતમાં ૫૦% થી વધુ કિસ્સા પિત્તાશયમાંથી સરકેલી પથરીને કારણે થાય છે, જે દારૂ ન પીતા લોકો અને સ્ત્રીઓમાં પણ એટલા જ સામાન્ય છે.
❌ Myth: "A cyst on the pancreas always turns into cancer." માન્યતા: સ્વાદુપિંડની દરેક ગાંઠ (સિસ્ટ) કેન્સર બની જાય છે.
✅ Fact: The vast majority of pancreatic cysts are harmless fluid pockets (benign). Most never turn into cancer and only require a simple yearly scan to ensure they remain quiet. સાચી હકીકત: મોટાભાગની સિસ્ટ સાદી પાણીની ગાંઠ હોય છે જે ક્યારેય કેન્સર બનતી નથી. ફક્ત નિયમિત સોનોગ્રાફી કે એમઆરઆઈ દ્વારા તેના પર નજર રાખવી પૂરતી છે.
❌ Myth: "Pancreas surgery means removing the whole organ." માન્યતા: સ્વાદુપિંડના ઓપરેશનમાં આખું અંગ કાઢી નાખવું પડે છે.
✅ Fact: Modern surgeries like Frey’s procedure preserve the healthy gland. The surgeon only cores out the painful stones and unblocks the drainage tube, relieving pain while protecting your natural insulin and digestion. સાચી હકીકત: આધુનિક ફ્રેઝ સર્જરીમાં આખું અંગ ક્યારેય કઢાતું નથી. માત્ર નળીમાંથી પથરી સાફ કરીને નળી ખોલવામાં આવે છે, જેથી કુદરતી ઇન્સ્યુલિન સચવાઈ રહે છે અને દુખાવો કાયમ માટે મટી જાય છે.
Doctor Consultation Desk તબીબી સલાહ અને માર્ગદર્શન

Need Guidance for a Pancreas Condition or Scan? શું તમને સ્વાદુપિંડના રિપોર્ટ માટે યોગ્ય તબીબી સલાહની જરૂર છે?

For complex surgical opinions, severe pancreatitis hospital admissions, or a calm second opinion on pancreatic scans and Whipple surgery, consult Dr. Naresh Gabani at the Department of Surgical Gastroenterology, Gujarat Gastro and Vascular Hospital, Adajan, Surat. જટિલ સર્જરી, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસની સારવાર કે સીટી સ્કેન રિપોર્ટની બીજી સલાહ માટે ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વાસ્ક્યુલર હોસ્પિટલ (અડાજણ, સુરત) ખાતે ડૉ. નરેશ ગબાણી (M.Ch. SGPGI લખનૌ)નો સંપર્ક કરી શકો છો.

Specialist Surgical Team Performing Pancreatic Surgery at Gujarat Gastro and Vascular Hospital
📞 Call Clinic Desk: +91 63530 90080 💬 WhatsApp Consultation Desk